મુખ્ય પૃષ્ઠ

પ્રસ્તાવના

ગુજરાત પાસે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વૈભવી વારસો લગભગ હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જે ની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે. આઝાદ થયાને અડધી સદીથી વધુ સમય વિત્યા બાદ ગુજરાતમાં શૈક્ષણિકવહીવટ તેમજ વ્યવહારમાં ગુજરાતી ભાષાનું મહત્વ ઓછું થતું રહ્યું અને અંગેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું છે. ભારતીય પ્રાદેશિક ભાષાઓના સંરક્ષણ સંવર્ધનમાં આપણે ઊંણાઉતર્યા છીએ. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સામાજિક આક્રમણને કારણે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃતિ અને પરંપરાની અવગણના થતી રહી છે. જાણ્યે અજાણ્યે આજે આપણે પોતાની ઓળખ ગુમાવી રહ્યાં છીએ.

માતૃભાષા અભિયાન વિશે

આપડકારને ઝીલવા અને ભાષાના સંવર્ધન માટે નિસબત ધરાવનારાં ભાષાપ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. એની ભૂમિકા સંયોગીકરણ (નેટવર્ક ઑર્ગેનાઈઝેશન)ની છે. એનું માળખું બહુકેન્દ્રિ એકસ્તરીય અને અનૌપચારિક છે. આ સંસ્થા જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલી સંસ્થા છે. (ક્રમાંક ઈ/૨૦૩૯૨/અ’વાદ).

સંસ્થાને અપાતું દાન(પત્ર ક્રમાંક341/MA/2013-14 \482 of 28.02.2014) કલમ ૮૦જી(૫) મુજબ મુક્તિ પાત્ર છે.

અભિયાનનો ઉદ્દેશ

સમગ્ર સમાજને અને યુવાવર્ગને લક્ષમાં રાખીને ગુજરાતી ભાષા પરત્વે સભાનતા કેળવાય, તેના પ્રત્યે આદર અને ગૌરવની લાગણી જન્મે તથા ગુજરાતી ભાષા-સાહિત્યનું આસ્વાદલક્ષી આકલન થાય,તેના વિવિધ સ્વરૂપમાં માણી શકાય તે માટેના સઘન પ્રયત્નો કરવાનો છે. વિશ્વભરના ગુજરાતીઓ માટે અનેકસ્તરીય કાર્યક્રમો યોજવા અને એ રીતે સાહિત્ય-સંસ્કૃતિના ચાહકોને જોડવા એવો પણ આ અભિયાનનો  ઉદ્દેશ છે.

મેમ્બર્સ શ્રીઓ
  • કોઈ મેમ્બર્સ ઉમેર્યુ નથી!
વિડિઓ ગેલેરી
  • Video ખાલી છે!