ગ્રંથમંદિર
ગ્રંથમંદિર એટલે નાનું શેરી પુસ્તકાલય. માતૃભાષા અભિયાન સંસ્થાના એક સક્રિય પ્રકલ્પ તરીકે ગ્રંથમંદિરની શરૂઆત તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ કરવામાં આવી. ગ્રંથમંદિરમાં રહેલા પુસ્તકોમાં શિષ્ટ અને ઉત્તમ પ્રકારનું સાહિત્ય પીરસવામાં આવે જે ૨૧ દિવસના સમય ગાળાની અવધી સાથે વાચકે જે પુસ્તક ગ્રંથમંદિરમાંથી વાંચવા માટે લીધું હોય તે પરત કરવાનું હોય છે. આ સાથે વાચકે પોતાનો રહેઠાણનો પુરાવો આપવાનો હોય છે અને તેમનું એક આઈકાર્ડ બને છે જેમાં તેમનો સભ્યપદ ક્રમાંક હોય છે. આ પ્રકારના કુલ ૨૪ ગ્રંથમંદિર હાલમાં ગુજરાતભરમાં કાર્યરત છે અને દિવસેને દિવસે તેનું વિસ્તરણ થાય છે.
ગ્રંથમંદિરના ઉદ્દેશ
ગ્રંથમંદિરમાં ચયન કરેલાં શિષ્ટ સાહિત્યના પુસ્તકો હોય છે. પુસ્તકાલયની જેમ તેમાંથી વાચક પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે અને તે પરત કરવાનું હોય છે. ઉત્તમ વાંચન સામગ્રી લોકોને ધરઆંગણે ઉપલબ્ધ થાય તે આ પ્રકલ્પનો આશય છે.