ડિજીટલાઇઝેશન

પુસ્તક – પરબ અને અન્ય સ્ત્રોતમાંથી મળતા દુર્લભગ્રંથો કાયમી ધોરણે સચવાય અને માતૃભાષા અભિયાનની વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ બને તે મુખ્ય હેતુ છે. આજ સુધી 36 પુસ્તકોનું ડીજીટલાઇઝેશન થયું છે. આ પ્રકલ્પમાં અલભ્ય પુસ્તકને યોગ્ય રીતે જાળવણી કરવાની કામગીરી કરવામાંઆવે છે. જેમાં વિષય નિષ્ણાંત વ્યક્તિ દ્વારા પુસ્તકોને અલગ તારવણી કરી તેના વિષય મુજબ તારવણી કરવામાંઆવે છે. લેખકના સહી કે ૧૦૦ વર્ષ જૂના પુસ્તકો જે પુનઃ મળતા ન હોય તેવા પુસ્તકોનો સગ્રંહ કરવામાં આવે છે અને તે પુસ્તકોનું ડિજીટાઈઝેશન કરી વેબસાઈટ પર મુકવું માતૃભાષા અભિયાનનો ઉદ્દેશ છે.