પુસ્તક પરબ

માતૃભાષા અભિયાનનો આ શિરમોર પ્રકલ્પ છે. જે અંતર્ગત આજ સુધી આશરે દસ લાખ પુસ્તકો વાચકો સુધી નિ:શુલ્ક પહોંચ્યા છે. પુસ્તક-પરબની મુલાકાતે આવનાર કોઈપણ વ્યક્તિ બે પુસ્તક કાયમ માટે વાંચવા લઈ જઈ શકે છે.  પુસ્તકો વાંચી લીધા પછી પાછા પણ આપી શકે છે અથવા જેમને વાંચવાની ઈચ્છા હોય તેમને પણ આપી શકે છે, અથવા મહિનાના પહેલા રવિવારે મળતી પુસ્તક-પરબમાં પરત પણ આપી શકે છે. વાચકને ગમે તો એ પુસ્તક કાયમી ધોરણે રાખી પણ શકે છે. સમાજમાં વધારે ને વધારે પુસ્તકો વંચાય તે આ પ્રકલ્પનો મુખ્ય સંકલ્પ છે. હાલમાં 175 કેન્દ્રો કાર્યરત છે

માતૃભાષાનાં પુસ્તકોના વાંચનના ઉમદા ઉદ્દેશ સાથે દર મહિનાના પહેલા રવિવારે સવારે ૭:૩૦ થી ૯:૦૦ સુધી “પુસ્તક પરબ”નું આયેજન કરવામાં આવે છે. માતૃભાષા અભિયાન અંતર્ગત ચાલતી આ “પુસ્તક પરબ” ભાષાપ્રેમ જગાવવાનો અનન્ય પ્રયાસ કરે છે.“પુસ્તક પરબ”ની આ પ્રવૃત્તિમાં શહેરીજન વિભિન્ન રીતે સહભાગી બની શકે છે.

“પુસ્તક પરબ”માં વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવે છે.

પુસ્તક પરબ”માં મુલાકાતે આવનાર કોઈપણ વ્યક્તિ બે પુસ્તક કાયમ માટે વાંચવા લઈ જઈ શકે છે. એ વાંચી લીધા પછી પાછા પણ વાંચી શકે છે અથવા જેમને વાંચવાની ઈચ્છા હોય તેમને આપી શકે છે, અથવા મહિનાના પહેલા રવિવારે મળતી “પુસ્તક પરબ”માં પરત કરી શકે છે.

“પુસ્તક પરબ” પુસ્તકોની ભેટ સ્વીકારે છે.

પુસ્તક પરબ”માં કોઈપણ વ્યક્તિ પુસ્તકો ભેટ આપી શકે છે. નવલકથા, નિબંધસંગ્રહ, કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ, આત્મકથા, જનરલ નોલેજ, બાળકોને લગતા પુસ્તકો, પ્રેરણાત્મક સાહિત્ય વગેરે શિષ્ટ સાહિત્ય ભેટમાં આપી શકે છે. આ વિષય વૈવિધ્યવાળા પુસ્તકોને યોગ્ય વાચક સુધી પહોંચાડવાનું કામ “પુસ્તક પરબ” કરે છે. આપના રહેઠાણની નજીકની કોઈપણ “પુસ્તક પરબ” પર આ પુસ્તકો ભેટસ્વરૂપે સ્વીકારવામાં આવે છે.

પ્રથમ પુસ્તક પરબ ૨ ઑક્ટોમ્બર – ૨૦૧૩માં શરૂ કરવામાં આવેલ હતી.

  • પાંચ કેન્દ્રોથી શરૂઆત  – 1. વસ્ત્રાપુર લેક, 2. નરોડા લેક, 3. કાંકરિયા લેક, 4.અખબારનગર સર્કલ, 5. હિમ્મતલાલ પાર્ક.
  • પ્રક્રિયા – નિ:શુલ્ક પુસ્તકોનું આદાન-પ્રદાન. દર મહિનાના પ્રથમ રવિવારે જાહેર સ્થળો પર માતૃભાષા અભિયાન અંતર્ગત પુસ્તક પરબ આયોજિત થાય છે. કોઈપણ વ્યક્તિ આ પુસ્તક પરબમાંથી તેમને ગમતા 2 પુસ્તકો ઘરે વાંચવા લઈ જઈ શકે છે. તેમજ કોઈના ઘરે વધારાના પુસ્તકો હોય તો તેઓ આ પુસ્તક પરબને ભેટમાં આપી શકે છે.
  • કુલ 180 પુસ્તક પરબ કેન્દ્રો - હાલમાં પુસ્તક પરબના અમદાવાદમાં 33 અને ગુજરાતમાં 147 કેન્દ્રો છે. કુલ 180 પુસ્તક પરબ કેન્દ્રો છે.
  • 180 પુસ્તક પરબના કેન્દ્રો પર 500 થી વધુ કાર્યવાહકો નિ:શુલ્ક સેવા આપે છે.
  • અત્યાર સુધીમાં 8 લાખથી વધુ પુસ્તકોની આપ-લે થયેલ છે.
  • આપણી આવશ્યકતા : ૧. પુસ્તકો, ૨. કાર્યવાહકો, ૩. ગુજરાતમાં નવા સ્થળોમાં આરંભ

 

  1. અમદાવાદ - પુસ્તક-પરબના કેન્દ્રોની યાદી:


  2. ગુજરાત - પુસ્તક-પરબના કેન્દ્રોની યાદી: