બાળસાહિત્ય શનિસભા
આજના બાળકને માટે જે ઉત્તમ બાળસાહિત્ય છે તેના બે પ્રશ્નો છે. આ જૂના બાળસાહિત્યની ભાષા અને વિષયવસ્તુમાં આજનો બાળક જોડાતો નથી. આ પ્રકલ્પથી આજનું ઉત્તમ બાળસાહિત્ય તૈયાર થાય તે માટે અત્યારના બાળસાહિત્ય સર્જકોને, નિષ્ણાત સાહિત્યકારોના સાનિધ્યમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે. જેને શનિસભા કહેવામાં આવે છે. જેથી આજના બાળકને આજની ભાષા અને વિષયવસ્તુને અનુરૂપ બાળ-સાહિત્ય ઉપલબ્ધ બને. આજ સુધી 150 કાર્યશાળાઓમાં આશરે પચીસ સર્જકો તૈયાર થયા છે. મહિનામાં બેવાર આ કર્યશાળાનું આયોજન કરવામાં આવે છે.
બાળસાહિત્યમાં અદભુત અને ઉત્તમ કૃતિઓ રચાય અને બાળકોની વયને ધ્યાનમાં રાખીને રચનાઓ રચાય તે હેતુથી પ્રતિમાસ ચોથા શનિવારે શનિ-સભાનું આયોજન કરવામાં આવે છે. આ સભામાં લેખકો અને કવિઓ પોતાની અપ્રકાશિત કૃતિઓને અન્ય બાળસાહિત્યકારો સમક્ષ રજૂ કરે અને તેના પર સકારાત્મક ટિપ્પણીના અંતે ઉત્તમ કૃતિ તૈયાર થઈ પ્રકાશક સુધી પહોંચે અને અંતે તે સાહિત્ય બાળકો અને પ્રજા સુધી પહોંચે તે હેતુથી આ પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રકલ્પની સાથે બાળકો અને કિશોરો દ્વારા નવી પેઢીના બાળ-કિશોર લેખકો અને કવિઓ તૈયાર થાય તે માટે પીઢ અને વિશારદ એવા બાળસાહિત્યકારોના સાનિધ્યમાં આ માટેની કાર્યશાળાઓ પણ શરુ કરવામાં આવી છે જેથી બાળસાહિત્યમાં ઉત્તમ પ્રકારના નવી પેઢીના સાહિત્યકારોનું સર્જન કરી શકાય.
- ગુજરાતી ભાષાના વિકાસ માટે સ્થપાયેલી માતૃભાષા અભિયાન સંસ્થા બાળસાહિત્યના લેખકોના સર્જનમાં વેગ મળે તથા એનું સંવર્ધન થાય, તેનું સમૂહમાં મૂલ્યાંકન થાય તે આશયથી વર્ષ-૨૦૧૬ થી દર માસના પહેલા અને ત્રીજા શનિવારે “બાળસાહિત્ય શનિસભા”નું આયોજન કરે છે.
- આ બેઠકમાં બાળસાહિત્યના લેખકો પોતાનાં અપ્રકાશિત બાળકાવ્યો, બાળવાર્તાઓ રજૂ કરે છે અને તેની મુક્ત મને ચર્ચા કરે છે, જેનો ઉદ્દેશ બાળકો માટે ઉત્તમ બાળસાહિત્યનું સર્જન થાય તે છે.
- અત્યાર સુધીમાં 150 વખત આ સભા આયોજિત થયેલ છે.
- ૪૫થી વધુ બાળસાહિત્યકારો આ સભાનાં સભ્યો છે.
- આ સભામાં આવ્યા બાદ ઘણા નવોદિત બાળસાહિત્યકારોની બાળસાહિત્ય ક્ષેત્રે પુસ્તકો પ્રકાશિત થઈ છે.. અને બાળસાહિત્યનાં ઈનામો પણ મેળવ્યા છે. જેનો શ્રેય તેઓ આ બાળસાહિત્ય શનિસભાને આપે છે.