ભાષાશિક્ષણમાં નવતર પ્રયોગ પરિસંવાદ

વર્ષ- 2016થી શાળા કક્ષાએ ભાષાશિક્ષણમાં કરેલા નવતર પ્રયોગોનો શિક્ષકો દ્વારા પરિસંવાદ માતૃભાષા અભિયાન દ્વારા આયોજિત કરવામાં આવે છે.

શાળા કક્ષાએ ગુજરાતી  વિષયના અધ્યયન-અધ્યાપન માટે કરેલાં નવતર પ્રયોગો, સંશોધન પરિસંવાદ અંતર્ગત, શિક્ષકે કરેલા પ્રયોગ તથા સંશોધનની રજૂઆત શિક્ષકો દ્વારા થાય છે. સમગ્ર ગુજરાતમાંથી ભાષાનાં શિક્ષકોને આ પરિસંવાદમાં આમંત્રિત કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં 134 શિક્ષકો દ્વારા ભાષાનાં નવતર પ્રયોગો રજૂ કરવામાં આવ્યાં છે. આ શિક્ષકોને માતૃભાષા અભિયાન દ્વારા પ્રયોગ રજૂ કરવા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.