ટ્રસ્ટી શ્રી રાજેન્દ્ર પટેલ

રાજેન્દ્ર પટેલ ગુજરાતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક વિવેચક છે. તેઓ ૨૦૧૪ થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં જુઈની સુગંધ (૨૦૦૩; ટૂંકી વાર્તાઓનો સંગ્રહ), શ્રી પુરંત જાણશે (૨૦૦૯; કાવ્યસંગ્રહ) અને અવગત (૨૦૧૪; વિવેચન સંગ્રહ)નો સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને તેમના કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને વિવચનો બદ્દલ ત્રણ વખત સન્માનિત કર્યા.

૧૯૭૪માં તેમણે લખવાનું શરૂ કર્યું અને વિશ્વમાનવ નામના ગુજરાતી ભાષાના સામયિકમાં પ્રથમ વખત તેમનું લેખન પ્રકાશિત થયું. ત્યારબાદ, તેમની કવિતાઓ પરબ, કુમાર, કવિલોક, કવિતા, એતદ્દ અને નવનીત સમર્પણ સહિત અન્ય સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ.

રચનાઓ શ્રી પુરાંત જણશે (૨૦૦૯) કબૂતર, પતંગ અને દર્પણ (૨૦૧૨) એક શોધપર્વ (૨૦૧૩) બાપુજીની છત્રી (૨૦૧૪) કોષમાં સૂર્યોદય (૨૦૦૪) વસ્તુપર્વ (૨૦૧૬) જુઈની સુગંધ (૨૦૦૩) અધુરી શોધ (૨૦૦૯) અકબંધ આકાશ (૨૦૧૧) અવગાહન (૨૦૧૦) અવગત (૨૦૧૪) મરિતે ચાહિ ના આમિ (૨૦૧૫)